વાપીના નામધા ગામે આવેલ એક હેક્ટર 89.19 મીટર જમીન પચાવી પાડવા માટે ખોટા પુરાવા ઊભા કરી રેકર્ડમાં નોંધ કરાવી વેચી મારતા મૂળ માલિકને જાણ થતાં જ તેઓએ કલેક્ટરમાં ફરિયાદ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે જેને લઈ વાપીના મામલતદારે પારડી સરોધીના શાંતાબેન પટેલ અને વિજય પટેલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વાપીના નામધા ગામે આવેલ જુનો સર્વે નંબર 128 ની જેનું ક્ષેત્રફળ 1.89 19 ચોરસ મીટર જમીન શાંતાબેન છીબુભાઈ પટેલ અને વિજય છીબુભાઈ પટેલ રહે સરોધી તાલુકો પારડી નાએ એકબીજાના મેળા પેણામાં ખોટા રેવન્યુ રેકોર્ડમાં સાતબારનું બન્યું ઉપલબ્ધ ન હોય તેમ છતાં ખોટા હસ્તલિખિત સાતબાર ઉપસ્થિત કરી પાનીઓનું ખોટું બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતાનું નામ રેવન્યુ રેકર્ડ ઉપર દાખલ કરાવી આ જમીન વિજય છીબૂ પટેલને વેચાણ દસ્તાવેજથી
વેચાણ કરી આપ્યું હતું. પરંતુ આ જમીનના મૂળ માલિક જુનો સર્વે નંબર 128 અને હાલનો નવો સર્વે નંબર 151 / 1 જે સુભાષ નગીનભાઈ શાહ, રાજેન્દ્ર નગીનભાઈ શાહ, દેવેન્દ્ર નગીનભાઈ શાહ, મધુ અશોક શાહ, મનીષ અશોક શાહ, કાર્તિક અશોક શાહ અને કિન્નરી અશોક શાહના નામે હતી. પરંતુ આ જમીનના રેવન્યુ રેકોર્ડમાં એટલે કે સાતબારની નકલનું સરકારી ચોપડે ન હોવાનું જણાવતા પારડી તાલુકાના આ બંને શાંતાબેન છીબૂ ભાઈ પટેલ અને વિજય છીબૂ ભાઈ પટેલનાએ એકબીજાના મેળાપણામાં ખોટા સરકારી પુરાવા ઊભા કરી પોતાના નામે કરી વેચાણ કરી લીધી હતી. તેવી જાણ આ જમીનના મૂળ માલિકના વારસદાર કુંજલ સુભાષભાઈ શાહને થતા તેઓએ આ અંગેની જાણ વલસાડ કલેકટર નાઓને કરી હતી. જેની તપાસ બાદ વાપીના મામલતદાર કાંતિભાઈ પુનાભાઈ કાતરીયાએ વિજય શિબુ પટેલ સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
Vapi, Valsad | Jun 18, 2026