ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં: ચાર મોટા વિભાગોની કામગીરીની કરી સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગના બજેટ લક્ષ્યાંકો અને કામગીરીની સમીક્ષા કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓને સમયસર લક્ષ્યાંકો પૂર્ણ કરવા માર્ગદર્શન અપાયું હતું.