*હૂંફ*
*હૂંફ* પ્રોજેક્ટ નો આ કાર્યક્રમ આજ રોજ તારીખ ૩૦ મી સપ્ટેમ્બર અને બુધવાર ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે *આયુષ્માન આરોગ્ય મંદિર, ડુંગરી સબ સેન્ટર* પર રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ *૨૧ સગર્ભા બહેનો* ને દાન કર્તા *ડો. પ્રેમલ શાહ અને સ્વાતિ શાહ* કે જેઓ એ કરેલ *રૂપિયા ૧૦,૦૦૦ /-* ના દાન વતી *ભૂતપૂર્વ પ્રમુખ સ્વાતિ શાહ* ના વરદહસ્તે પૌષ્ટિક આહાર વહેંચવા માં આવ્યો હતો, જે પ્રસંગે *પ્રમુખ ધવલ શાહ, સેક્રેટરી હર્ષિલ ભાવસાર, સર્વિસ પ્રોજેક્ટ ડાયરેક્ટર હિતેશ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન શાંતુભાઇ વસાવા* ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી ક્લબ ઓફ વલસાડ ના આ સભ્યો એ આ પ્રસંગે ઉપસ્થિત રહી સગર્ભા બહેનો ને શારિરીક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રોજેક્ટ ચેરમેન: શાંતુભાઇ વસાવા
Valsad, Valsad | Oct 1, 2026