ખંભાત: સરદાર ટાવર પાસે વિશ્વ ચકલી દિવસે ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં પાણીના કુંડાનું વિતરણ કરાયુ.
Khambhat, Anand | Mar 27, 2026 ભારતીય જનતા યુવા મોરચા ખંભાત શહેર તથા તાલુકા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે પક્ષીઓ પાણી પી શકે તે માટે 500 નંગ પાણીના કુંડાનું વિતરણ ખંભાત વિધાનસભાના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું.ખંભાત શહેર સંગઠન પ્રમુખ તપનભાઈ તથા તાલુકા સંગઠન પ્રમુખ સાગરભાઈ પટેલ તથા સંગઠન મહામંત્રીઓ,આણંદ જિલ્લા યુવામોરચા ના ઉપપ્રમુખ કિશનભાઈ પટેલ,મંત્રી હિરેનભાઈ ગોસ્વામી તથા શહેર/તાલુકા યુવામોરચાના પ્રમુખ મહામંત્રી કાર્યકર્તા જોડાયા હતા