ખંભાળિયા: જામખંભાળિયામાં દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ, સાધનો માટે લેવાયા માપ
જામખંભાળિયાના ચિલ્ડ્રન હોમ ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ યોજાયો. સામાજિક ન્યાય વિભાગ અને એલિમ્કો દ્વારા આયોજિત આ કેમ્પમાં નિષ્ણાતોએ જરૂરિયાતમંદોને કૃત્રિમ અંગો, વ્હીલચેર અને ટ્રાઈસિકલ આપવા માટે માપ લીધા હતા.