ભુજ: પ્રમુખસ્વામી નગરમાં બે સ્થળે આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
Bhuj, Kutch | Apr 6, 2026 પ્રમુખસ્વામી નગરમાં બે સ્થળે આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ ભુજના પ્રમુખસ્વામી નગરમાં આગની બે ઘટનાઓ બની હતી. પ્રથમ કતીરા કોમ્પ્લેક્સમાં પડેલા ભંગારમાં અને ત્યારબાદ મહેક ડ્રાય ક્લિનરની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. ફાયર ઓફિસર સચિન પરમારની સૂચનાથી રવિરાજ ગઢવી અને ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.