મહુવા: વાહનચોરીના રેકેટનો પર્દાફાશઃ બગદાણા પોલીસે 3 બાઇક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ દ્વારા વાહનચોરીના ગુનાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમે ચોરાયેલી ત્રણ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે મીત કિશોરભાઈ જાદવ, ઉંમર 19 વર્ષ, રહે કામરેજ, સુરત અને ઉદય પ્રવીણભાઈ કવાડ, ઉંમર 20 વર્ષ, રહે સરિતા સાગર સોસાયટી, સુરત, મૂળ બારપટોળી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી,ને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બંને શખ્સો પાસેથી એક બુલેટ, એક એસ.એફ. ડિલક્સ અને એક સ્પ્લેન્ડર સહિત કુલ ત્રણ ચોરાયેલી