સેવા સેતુ ૨.૧ (ગ્રામ્ય) - સાહડા, ગરબાડા 🩺✨
પ્રાંત અધિકારીશ્રી અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન
આરોગ્ય વિભાગ તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પાંચવાડાના મેડિકલ ઓફિસર અને તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા સ્થળ પર જ કુલ ૫૦૪ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવ્યો. જેમાં મુખ્ય રૂપે બિનચેપી રોગ (NCD) તપાસ (૨૪૯), આયુષ્માન કાર્ડ (૧૪૬), નમોશ્રી (૭૦) અને PMMVY (૩૯) યોજનાઓ તથા ટીબી તપાસ, ઉંમરના દાખલાનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા આયોજન અધિકારીશ્રી, મામલતદારશ્રી, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ અને અન્ય વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહિયારા પ્રયાસોથી છેવાડાના માનવીને આરોગ્ય કવચ પૂરું પાડવાનો આ એક સફળ પ્રયાસ છે.
Dohad, Dahod | Sep 21, 2026