સુરતમાં ગેસ ગૂંગળામણની દુર્ઘટના:
વરાછા ખાંડ બજારમાં આવેલી 'રતિ જ્વેલર્સ'ની ચેમ્બરમાં સાફ-સફાઈ દરમિયાન ઝેરી ગેસ લીક થતા મોટી દુર્ઘટના ઘટી.
ચેમ્બરમાં જમા થયેલો કાદવ (સ્લજ) સાફ કરતી વખતે ઝેરી ગેસની અસર થતાં ચાર કામદારો અંદર જ બેહોશ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી ચારેય વ્યક્તિઓને બહાર કાઢી ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડ્યા.
પ્રાથમિક તપાસમાં કામદારો પાસે કોઈ સેફ્ટીના સાધનો ન હોવાનું સામે આવ્યું છે..
Udhna, Surat | Jun 7, 2026