તળાજા: તળાજા પોલીસનો સપાટોઃ પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂની 1,148 બોટલ કબજે
તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. ચાવડા સાહેબ સાથે પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે સરતાનપર ગામના રાતાખડા વિસ્તારમાં રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ખંડેરા ગામ તરફથી રાતાખડા તરફ એક સફેદ રંગની મહિન્દ્રા મરાઝો કાર નંબર GJ 01 HY 0275 આવતી નજરે પડતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાં ડ્રાઈવર સહિત એક મહિલા અને અન્ય એક વ્યક્તિ મળી કુલ ત્રણ વ્યક