ડેડીયાપાડા: ડેડીયાપાડા પ્રાંત કચેરી ની ઓફિસમાં ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખ વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.
ફરિયાદી સંજયભાઈ વસાવાની ફરિયાદ મુજબ એટીવીટી ની મીટીંગ હોય તે દરમિયાન ફરિયાદી અને આરોપી પણ હાજર હોય તેથી ફરિયાદી તથા પ્રાંત સાહેબને જણાવેલ કે મારા માણસોની એટીવીટી માં કેમ નિમણૂક કરવામાં આવી નથી અને મારા પાસે નામો કેમ મંગાવવામાં આવેલ નથી આરોપીએ સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ સાથે અભદ્ર વર્તનમાં વાત કરી તેમજ ત્યારે ધારાસભ્ય અચાનક ફરિયાદી સાથે બોલાચારી કરતા તેમજ મારા મારી થતા આરોપી વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.