જેસર: જેસર તાલુકામાં કેળાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે નારાજગી
જેસર તાલુકામાં કેળાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે નારાજગી ઉત્પાદન ખર્ચ વધ્યો, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતાં કેળા ઉત્પાદકોની મુશ્કેલી વધી ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં કેળાના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેતીમાં ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ સહિતના ખર્ચમાં વધારો થતો જાય છે, ત્યારે બીજી તરફ કેળાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે.