સુરતના સચિન વિસ્તારમાં આવેલી રાજ અભિષેક સોસાયટીમાં દિલીપ કનોજીયા પોતાની લોન્ડ્રી ચલાવી ગુજરાન ચલાવે છે,સામાન્ય રીતે જોડી કપડાંના 15 રૂપિયા લેવાય છે, પણ સિંગલ કપડાંના 8 રૂપિયા લેવાના નિયમમાં માત્ર 50 પૈસા કે એક રૂપિયાનો ફેર પડે છે. આ નજીવી રકમનો હિસાબ સમજાવવો દિલીપ માટે કાળ સમાન સાબિત થયો,દીક્ષિત પરિવારની દાદાગીરી,લોન્ડ્રી સંચાલક પાસે કપડાં ઇસ્ત્રી કરાવવા આવેલા પાડોશી દીક્ષિત પરિવારના સભ્યોને આ ભાવ વધારો મનમાં ખટકી ગયો હતો.