દ્વારકા જિલ્લા માં દેશી દારૂ બનાવવાં હવે ભૂગર્ભ યોજના..
હેડ કોન્સ. પીઠાભાઈ ગોજીયા, ખીમાભાઇ આંબલીયા તથા પો.કો. જયપાલસિંહ જાડેજા ને ચોક્કસ બાતમી મળતા ગઢેચી સીમ વિસ્તારમાં એક વાળી માં પાણીનો ટાંકો બનાવી તેમાં દેશી દારૂનું મીની કારખાનું ઊભું કર્યું હતું.
જેમાં દેશીદારૂ લીટર-૩૮૦ કિ.રૂ.૭૬,૦૦૦/- દેશીદારૂ બનાવવાનો કાચો આથો લીટર-૧૨૫૦ કિ.રૂ.૩૧,૨૫૦/- ધાતુની નળીઓ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- ,ગેસના બાટલા નંગ-૩ કિ.રૂ.૩૦૦૦/- ,લોખંડના ચુલા નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- ,કુલ કિ.રૂ. ૧,૧૩,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરી એક આરોપી ને પકડી પાડયો.
એલ.સી.બી. IC/PI શ્રી એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એમ.આર.સવસેટા, PSI એસ.વી.કાંબલીયા ASI જગદિશભાઇ કરમુર, મુકેશભાઇ વાઘેલા ફુલદિપસિંહ જાડેજા HC પીઠાભાઇ ગોજીયા,ખીમાભાઇ આંબલીયા, PC જયપાલસિંહ જાડેજા જોડાયા હતા.
દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજને ફોલો કરી . લાઈક, સેર અને સબસ્ક્રાઇબ કરો.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@94295 69848.
Okhamandal, Devbhoomi Dwarka | Jul 28, 2026