તારાપુર: વાળંદાપુરા ગામમાં 5 હજાર મોબાઇલ છે, પણ ડિજિટલ નેટવર્કના અભાવ "હેલો" કહેવા માટે સીમાડે જવું પડે છે!
Tarapur, Anand | Oct 1, 2026 દુનિયા જ્યાં એક તરફ 5G, 6G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અત્યાધુનિક ટેકનોલોજીની વાતો કરી રહી છે, ત્યારે ગુજરાતના જ તારાપુર તાલુકાના વાળંદાપુરા ગામના ગ્રામજનો માટે આજે પણ ફોન પર માત્ર "હેલો" બોલવું એ કોઈ અઘરા મિશનથી ઓછું નથી રહ્યું.તારાપુર તાલુકાના આ ગામની વસ્તી અંદાજે 3 હજાર લોકોની છે, જ્યારે ગામમાં વપરાતા મોબાઇલ ફોનની સંખ્યા આશ્ચર્યજનક રીતે 5 હજારથી વધુ છે.પરંતુ નેટવર્કના અભાવથી ગ્રામજનો મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.