વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં કેસ બારીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકેની છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવતા 13 જેટલા દિવ્યાંગો અન્ય દિવ્યાંગો માટે એક પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે.દિવ્યાંગ હોવા છતાં દરરોજ હજારો દર્દીઓના કેસ કાઢી અને પોતાના પગભર થઈ આજીવિકા કમાવી દિવ્યાગો માટે એક પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.