મોડાસાના શ્યામસુંદર કોમ્પ્લેક્સમાં આવેલી યમુના ડ્રેસિંશ નામની દુકાનમાં ખરીદી કરવા આવેલી બે અજાણી મહિલાઓએ દુકાનમાલિક મહિલાના પર્સમાંથી તક જોઈને હાથ ફેરો કર્યો હતો
.
બનાવ અંગે દુકાનદાર મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસ ની ટીમે cctv કેમેરા તેમજ નેત્રમના કેમેરા જોતા તફડંચી કરનારી બે મહિલાઓ એક રિક્ષામાં બેસી રફુ ચક્કર થઇ હોવાનું જણાઈ આવ્યું હતું
.
રીક્ષાના નંબર આધારે પોલીસ ટીમે તપાસ કરતા રિક્ષા અમદાવાદના નરોડા વિસ્તારના વ્યક્તિના નામે હોવાનું જણાઇ આવ્યું હતું
.
ટાઉન પીઆઇ આર ડી ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એસ એસ મલેક અને પોલીસ ટીમે અમદાવાદ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી કુબેરનગર કેકાડી વાસમાં રહેતા રિક્ષા ચાલકના ઘરે રેડ કરી હતી
.
પોલીસે રિક્ષા ચાલક સચિનભાઈ અજિતભાઈ રાઠોડની પૂછપરછ કરતા રિક્ષા લઈને બે મહિલાઓ સાથે મોડાસા આવી સમગ્ર કાંડ કર્યું હોવાનું ખુલ્યું હતું
.
પોલીસે રીક્ષા ચાલક પાસેથી જ ચોરી નો મુદ્દામાલ (1) 35,000/- ની કિંમત ની સોનાની વીંટી (2)15,000/-રૂપિયા ના ચાંદી ના છડા (3)10,000/-રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા સાથે સાથે ગુનામાં વપરાએલી એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા પણ જપ્ત કરી હતી
.
પોલીસે રીક્ષા ચાલક ને રીક્ષા સહીત મોડાસા લાવી વધુ પૂછપરછ કરતાં સમગ્ર કાંડ કરનારી બે મહિલાઓ (1) વીણાબેન હેમંત ભાઈ પરમાર (2)બેબીબેન પરમાર બન્ને રહે. નરોડા પાટિયા, અમદાવાદ ને વોન્ટેડ જાહેર કર્યાં હતા...
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli