આંકલાવ કેશવપુરા વિસ્તારમાં ધારાસભ્યશ્રી અમિતભાઇ ચાવડાના હસ્તે નવીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું.....
આંકલાવ શહેર કેશવપુરા વિસ્તારમાં નવીન આગણવાડીનુ કામ પૂર્ણ થતાં જેનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્યશ્રી,આંકલાવના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સોનલબેન પઢીયાર, આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ પરમાર તથા ચેરમેન એ.પી.એમ.સી આંકલાવ અને આસોદર જિલ્લા પંચાયત સદસ્ય મનુભાઈ પઢીયાર, આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ જાદવ, મનુભાઈ તા. પં સભ્ય,નગરપાલિકા કાઉન્સીલરો તથા અધિકારીશ્રીઓ અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.....
#charotar_breaking_india #anklav #letestupdetebreakingnews #MLA #amitchavda