આગામી ૩૦ મી તારીખે માંજલપુર વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પૂર્વે પોલીસકર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક માટે આગામી તારીખ 30 ના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ચૂંટણીના સઘન બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ હેડક્વાર્ટર સ્થિત કોમ્પ્યુટર ટ્રેનિંગ હોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું. આ બેઠક પર કુલ 165 જેટલા પોલીસ કર્મચારીઓ પોતાના મત દ્વારા ઉમેદવારોનું ભાવી નક્કી કરશે, જેમાંથી અત્યાર સુધીમાં 100 થી વધુ કર્મચારીઓ મતદાન કરી ચૂક્યા છે. આ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આગામી તારીખ ૩ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે
#factfindernews #congrass #BJP #vidhasabhaelection #manjalpurvadodara