વાવ: યાત્રાધામ ઢીમાથી થરાદ રોડ ની કામગીરી ગોકળ ગતિએ રહેતા રાહદારીઓ પરેશાન..
થરાદ થી સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામને જોડતા રોડનું અંદાજિત 30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.રોડને 30 ફૂટ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે ત્રણ મહિના પહેલા એક કિલોમીટર સુધી રોડ પર કપચા નાખવામાં આવતા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે કપચાના લીધે વાહન ચાલકોના ટાયરોમાં રોજના 20 થી વધારે નાના મોટા વાહનોને પંચર પડે છે અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બન્યું છે.