આણંદ શહેર: અખાત્રીજના દિવસે થનાર લગ્ન ઉપર તંત્ર ખાસ ધ્યાન રાખશે, બાળ લગ્ન થશે તો કાર્યવાહી કરાશે
આણંદ જિલ્લામાં ‘બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન’ હેઠળ તંત્ર સજ્જ. અખાત્રીજના દિવસે બાળલગ્ન કરાવનાર કે મદદગારી કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે.આણંદ જિલ્લામાં આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬, રવિવારના રોજ 'અખાત્રીજ' (અક્ષય તૃતીયા)ના દિવસે મોટા પાયે લગ્નોનું આયોજન થનાર છે. આ લગ્નસરાની મોસમમાં જિલ્લામાં એક પણ બાળલગ્ન ન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા "બાળલગ્ન મુક્ત આણંદ અભિયાન" અંતર્ગત વિશેષ સજાગતા રાખવામાં આવી રહી છે.