બોટાદ જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું...
Botad City, Botad | Oct 3, 2025
બોટાદના પાળીયાદ રોડ પર ફાયર સ્ટેશનની સામે આવેલ કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ એકત્ર થઈ શસ્ત્રની પૂજા કરવામાં આવી હતી. અસત્ય પર સત્યના વિજયનો આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારે વિજયા દશમીના પવિત્ર દિવસે શાસ્ત્રોત વિધિ સાથે શક્તિ સ્વરૂપના શસ્ત્રોની કરીપૂજા કરી આજ ના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી