આંકલાવ: આકલાવ ચોકડી ખાતે ફૂડ સેફટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Anklav, Anand | Feb 11, 2026 ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આંકલાવ ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો.આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જનહિત માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે હેતુથી આંકલાવ તાલુકામાં અને આંકલાવ ચોકડી વિસ્તારમાં 'ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.