મુન્દ્રા: મુન્દ્રા રોડ પર રંગલા પંજાબ હોટલ પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ: પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો
Mundra, Kutch | Oct 16, 2026 પ્રાગપરથી અદાણી પોર્ટ તરફ જતા મુન્દ્રા રોડ પર આવેલી રંગલા પંજાબ હોટલ પાસે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાગપર પોલીસ સ્ટેશનથી માત્ર દોઢ કિલોમીટરના અંતરે જ આ પ્રકારે બેફામ દેશી દારૂની પોટલીઓ વેચાતી હોવા છતાં પોલીસ અજાણ કેમ છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.