રાજકોટ દક્ષિણ: ગોંડલ રોડ નજીક D R. ફર્નિચરના કારખાનામાં ભીષણ આગ, કારખાનાના માલિકને ભારે નુકસાન, ફાયર કાફલો ઘટનાસ્થળે
આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ શહેરના ગોંડલ રોડ નજીક આવેલ D. R. ફર્નિચરના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હતી. બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગની ભીષણ જ્વાળાઓને કારણે કારખાનાના માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.