જેસર: જેસર ગામમાથી પસાર થતી ઉધમતી નદીની તાત્કાલિક સફાઈ કરાવવા લોકમાગ
જેસર ગામમાથી પસાર થતી ઉધમતી નદીની તાત્કાલિક સફાઈ કરાવવા લોકમાગ જેસર ગામના પાદરમાંથી પસાર થતી ઉધમતી નદીમાં હાલમાં કચરો, ગંદકી તથા બાવળોના ઝુંડ અને અન્ય નકામો કચરો મોટા પ્રમાણમાં એકત્રિત થવાથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તેના કારણે આસપાસના વિસ્તારનું પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે તેમજ બ. ગો. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને પશુઓના આરોગ્ય પર પણ પ્રતિકૂળ અસર થઈ રહી છે. ઉપરાંત, દુર્ગંધ અને અસ્વચ્છતાના કારણે સ્થાનિક લોકોને અનેક સ્વાસ્થ્ય સંબંધ