ગારિયાધાર: ગારિયાધારમાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે પંપો પર ઉમટી ભારે ભીડ
ગારિયાધારમાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે પંપો પર ઉમટી ભારે ભીડ ગારિયાધાર શહેર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાતા પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જ્યારે અનેક લોકો કેન અને ડબ્બા લઈને ઈંધણ ભરાવવા દોડી આવ્યા હતા. ખાસ કરીને ખેડૂતો અને ટ્રેક્ટર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછતને કારણે કૃષિ કામગીરી ઉપર અસર થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.