ગાંધીનગર: ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ અલગ જગ્યાઓ પર મતદાન શરૂ
ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. આજની આ ચૂંટણીમાં કુલ 27,020 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સાત વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળી કુલ 60 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. વહીવટી તંત્ર દ્વારા કુલ 35 મતદાન મથકો પૈકી 13 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.