ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાનગી હોટલ ખાતેથી "23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025"નો શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે "23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025"નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. વડાપ્રધાનએ ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું તેથી કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યાં છે.એરંડા ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં ગુજરાતનો સિંહફાળો છે.વડાપ્રધાનના માળખાકીય વિકાસના અને નીતિગત પ્રયાસોથી ગુજરાતમાં એરંડાના વાવેતર વિસ્તારમાં માતબર વધારો થયો.