ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેરાનું great.gujarat.gov.in વેબ પોર્ટલ લોન્ચ કર્યું
કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે.ગુજરાતમાં ૧ મે-૨૦૧૭થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરી છે.