ગારિયાધાર: ગારિયાધારમાં ફરી ચોરીનો બનાવ : જલારામ સાબુ સ્ટોરનું તાળું તોડી ₹39 હજારની ચોરી
ગારિયાધારમાં ફરી ચોરીનો બનાવ : જલારામ સાબુ સ્ટોરનું તાળું તોડી ₹39 હજારની ચોરી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં આવેલી જલારામ સાબુ સ્ટોર નામની દુકાનમાં મધરાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરોએ તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદાજે ₹39 હજારની ચોરીને અંજામ આપ્યો હતો. બનાવને અંજામ આપ્યા બાદ ચોર ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, સવારે વેપારી દુકાન ખોલવા પહોંચતા તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અ