"નિયમ ફક્ત સામાન્ય જનતા માટે, સાહેબો માટે નહીં?"
.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેરની સરકારી ગાડી પર કાળા કાચ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.
.
જો સામાન્ય નાગરિક પોતાની ગાડી પર ડાર્ક ફિલ્મ લગાવે, તો ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
.
પરંતુ જ્યારે સરકારી અધિકારીઓની ગાડીઓ પર આવા કાચ જોવા મળે, ત્યારે નિયમોના અમલ અંગે પ્રશ્નો ઊભા થાય છે.
.
શું કાયદા અને નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે? કે પછી જવાબદાર અધિકારીઓ માટે અલગ માપદંડ છે?
.
આ મામલે સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરશે ?
.
આ સમગ્ર મુદ્દે લોકોમાં ચર્ચા જામી છે અને હવે સૌની નજર તંત્રના આગામી પગલાં પર છે !!!
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasamirror #marumodasa #aravalli #gujarat #sabarkantha