ધોળકા: ધોળકામાં ટેકરીયા હનુમાન દાદાના મંદિરે ધારાસભ્ય સહિતના આગેવાનોએ દર્શન કરી ધન્યતા અનુભવી
તા. 02/04/2026, ગુરૂવારે રાત્રે 8 વાગે શ્રી હનુમાન દાદા જન્મોત્સવ નિમિત્તે ધોળકા ખાતે ટેકરીયા હનુમાન દાદાના મંદિરની ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના આગેવાનોએ મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આં પ્રગતિપ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.