છોટાઉદેપુર: મોટા રામપુરા સુધી બસ સેવા લંબાવવા વિદ્યાર્થીઓની સાંસદને રજૂઆત
છોટાઉદેપુરના મોટા રામપુરા ગામ સુધી બસ સેવા લંબાવવા વિદ્યાર્થીઓએ સાંસદ જશુભાઈ રાઠવાને રજૂઆત કરી છે. હાલ બંધલા ગામ સુધી આવતી બસને લંબાવવા માટે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ માંગ કરી છે. સાંસદે સમસ્યાના નિરાકરણ માટે હૈયાધારણા આપી છે.