તારીખ 16 માર્ચના રોજ રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરથી સરકારી તંત્રની બેદરકારીના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની નવી બનેલી મામલતદાર કચેરીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.