કૂવામાંથી પ્રગટેલી આસ્થાનું ધામ
અમદાવાદના માણેક ચોક નજીક આવેલી લાખા પટેલની પોળમાં આવેલું પુરુષોત્તમ ભગવાનનું મંદિર આશરે 600 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ, એક વણિક શેઠને સ્વપ્નમાં મળેલી સૂચના બાદ કૂવામાં ખોદકામ કરતાં અહીંથી પુરુષોત્તમ રાયજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી. ગુજરાતના દુર્લભ મંદિરોમાં સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ ખાસ કરીને અધિક માસ દરમિયાન હજારો ભક્તોને આકર્ષે છે, જે અહીં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા આવે છે.
(Amdavad, Temple, 600, Spirituality)
#Amdavad #Temple #600 #Spirituality