સાણંદ: હાઈવે ઓથોરિટીને આગેવાનોની રજૂઆત:સાણંદ હાઇવે પર સુકીર્તિ વિહાર સોસાયટી પાસે ડિવાઇડરના `જોખમી કટ'ને બંધ કરો : સ્થાનિકો
હાઈવે ઓથોરિટીને આગેવાનોની રજૂઆત:સાણંદ હાઇવે પર સુકીર્તિ વિહાર સોસાયટી પાસે ડિવાઇડરના `જોખમી કટ'ને બંધ કરો : સ્થાનિકો સાણંદના સરખેજ રોડ પર આવેલી સુકીર્તિ વિહાર સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર નજીક આવેલા અત્યંત સાંકડા અને જોખમી રોડ ડિવાઈડર કટિંગને કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે. આ મામલે સુકીર્તિ વિહાર સોસાયટીના અને લાયન્સ ક્લબ ઓફ સાણંદના ભૂતપૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ પાઠક, રાજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જિલ્લા પોલીસ વડા, સાણંદ પ્રાંત અધિકારી, હાઈવે ઓથોરિટીને