નવા વર્ષની ઉજવણી દરમિયાન કરજણ અને શિનોર તાલુકામાં પોલીસની કડક કાર્યવાહી જોવા મળી. 31 ડિસેમ્બરની ફર્સ્ટ નાઈટ દરમિયાન નશો કરી વાહન ચલાવતા 80થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા અગાઉથી જ કડક ચેતવણી આપવામાં આવી હોવા છતાં કેટલાક લોકોએ નશામાં બહાર નીકળવાનું ટાળ્યું નહીં. ખાસ ડ્રાઈવ દરમિયાન કરજણ–શિનોર પંથકના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નશામાં વાહન ચલાવતા લોકોને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.