મહેસાણા શહેર: મહેસાણામાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, કમળાબા હોલ ખાતે યોજાશે કાર્યક્રમ
Mahesana City, Mahesana | Nov 12, 2026
મહેસાણામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ૧૫ નવેમ્બરે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે. કલેક્ટર કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આ અંગે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સાર્વજનિક વિદ્યાલયના કમળાબા હોલ ખાતે યોજાશે.