આંકલાવ: ચમારા ગામે દીકરીને ભગાડી જવા બાબતે પરિવાર પર હુમલો, ચાર આરોપી સામે ગુનો નોંધાયો
Anklav, Anand | Jul 4, 2026 આંકલાવ તાલુકાના ચમારા ગામે દીકરીને ભગાડી જવાના મામલે ભારે હોબાળો મચ્યો છે. ગામના બોરીયા વિસ્તારમાં રહેતાં અને કડીયાકામ કરતાં ૫૪ વર્ષીય રણજીતભાઈ ધુળાભાઈ પઢીયારના પુત્ર અજયે ચાર મહિના અગાઉ ગામના જ ગણપતભાઈ ચૌહાણની દીકરી વર્ષા સાથે રજિસ્ટર લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને વડોદરાના ભાયલી ખાતે રહેતાં હતાં. તાજેતરમાં વર્ષા પતિને જણાવ્યા વગર પિતાના ઘરે પરત આવી ગયાં હતાં.