માંડવી: માંડવી લુહાર ચોક શ્રી રામ મંદિર ખાતે ભવ્ય રામ નવમી ની ઉજવણી કરાઈ
Mandvi, Kutch | Mar 27, 2026 માંડવીના લુહાર ચોક સ્થિત શ્રી રામ મંદિર ખાતે રામ નવમીનો પાવન તહેવાર ભવ્ય રીતે ઉજવાયો હતો. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાન શ્રી રામના જન્મોત્સવની ખુશી વ્યક્ત કરી હતી.મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે જય શ્રી રામના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મંદિરને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો.