અમદાવાદના શાહઆલમમાં જાહેર રસ્તા પર બૂમો પાડવાની ના પાડતા ચાર શખ્સોએ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. પરિવારને લાકડીથી માર મારી અને પરિવાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ હુમલામાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.