થરાદ: રાહ ખાતે નવનિર્મિત જિલ્લા અને નવા 4 તાલુકાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો
સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાહ ખાતે નવ નિર્મિત જિલ્લો અને નવા 4 તાલુકાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાની માંગણીને સ્વીકારીને ટૂંકા ગાળામાં ઐતિહાસિક નિર્ણય લીધો તે બદલ સરહદના નાગરિકો વતી અધ્યક્ષએ અભિનંદન પાઠવ્યા હતા.