દયાપર-૬ આંગણવાડી ખાતે PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન
આંગણવાડીના ભૂલકાઓ સાથે કેક કાપી ચોકલેટનું વિતરણ, સગર્ભા મહિલાઓને કીટ અપાઈ
લખપત તાલુકાના દયાપર ગામની દયાપર-૬ આંગણવાડી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તથા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.
આંગણવાડીના ભૂલકાઓ સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા મહિલાઓને ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે આંગણવાડીના પ્રાંગણમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વૃક્ષોના જતનનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે આગેવાન જયંતિભાઈ શેખાણી, દિનેશભાઈ રૂપાણી, CDPO શિલ્પાબેન સંઘાર, આંગણવાડી વર્કર અને હેલ્પર તેમજ સ્થાનિક લાભાર્થી મહિલાઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકો, મહિલાઓ અને ઉપસ્થિત આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
#pmmodi #kutch