સોમા તળાવ બ્રિજ નીચે છૂટક ગાંજો વેચતા ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સોમા તળાવ બ્રિજ નીચે દરોડો પાડી છૂટક ગાંજાનું વેચાણ કરતા વિષ્ણુ લક્ષ્મણભાઈ પઢિયાર (ઉં.વ. ૨૦, રહે. અનુપમનગર, દંતેશ્વર, મકરપુરા) અને રવિ જયંતિભાઈ પરમાર (ઉં.વ. ૨૩, રહે. વિજયવાડી, ઘાઘરેટિયા, મકરપુરા) ને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓના પેન્ટના ખિસ્સા અને એક્સેસ ટુ-વ્હીલરની ડેકીની ઝડતી લેતા તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ભરેલ પડીકીઓ (કુલ વજન ૧૦૩ ગ્રામ ૯૯ મિલીગ્રામ, કિંમત ₹૫,૨૦૦/-), ૨ મોબાઈલ ફોન (₹૨૦,૦૦૦/-), ૧ એક્સેસ ટુ-વ્હીલર (₹૫૦,૦૦૦/-), રોકડા ₹૯,૮૫૦/- તથા પ્લાસ્ટિકની ખાલી થેલીઓ મળી કુલ ₹૮૫,૦૫૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે; આ મામલે પકડાયેલા બંને શખ્સો તેમજ ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી (અક્ષય/અજય) વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
#factfindernews #NDPS #vadodaracityPolice #DCB #arrested