આણંદ શહેર: આણંદ રેલ્વે ફાટક ૨૬૦ના ગરનાળા ખોલવા પર પ્રથમ ગ્રાસે મક્ષિકા, ગરનાળા ની ઉંચાઇ અને નજીકથી પસાર થતી પાઇપલાઇન ની સમસ્યા નડી
ગતવર્ષે વડાપ્રધાન મોદી દ્વારા આણંદ અમીના મંઝિલ નજીકની રેલ્વે ફાટક ૨૬૦ બંધ કરી નજીકના ગરનાળું ખોલવાનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવતાં જનતા માટે ગરનાળું ખોલવાના સમયે પ્રથમ ગ્રાસે મક્ષિકા નડવા પામી હોય તેમ ગરનાળા ની પસાર થનાર વાહન માટે ઉંચાઇ તથા નજીકમાંથી પસાર થતી પાઇપલાઇન સમસ્યા બનવા પામી હોવાનું જાણવા મળેલ છે