મુળી તાલુકાના વગડીયા ગામે પેસેન્જર ભરવાના મુદ્દે બે જૂથો વચ્ચે જોરદાર મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બે વ્યક્તિઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. પ્રાથમિક માહિતી મુજબ બંને પક્ષોએ લાકડીઓ વડે એકબીજા પર હુમલો કર્યો હતો અને મારામારી અંદાજે અડધો કલાક સુધી ચાલતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર બનતા આવા બનાવોને લઈન