પત્નીની સારવાર માટે ડુપ્લિકેટ ચાવીથી કરતો ચોરી
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે મોટનાથ મહાદેવ મંદિર પાસેથી અગાઉ અનેક વાહનચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા રીઢા અપરાધી અસ્ફાક ઉર્ફે અબ્બો ઇસ્માઇલભાઇ ચૌહાણ (રહે. ટુંડાવ, તા. સાવલી) ને શંકાસ્પદ હોન્ડા મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ પત્નીની સારવાર માટે નાણાંની જરૂર હોવાનું જણાવી છેલ્લા એક મહિનામાં વડોદરા શહેરના ફતેગંજ, હરણી, છાણી તેમજ આણંદ જિલ્લાના વાસદ અને મંજુસર જીઆઈડીસી વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચાવીની મદદથી પાંચ જેટલી હીરો સ્પેન્ડર અને એચ.એફ. ડિલક્સ મોટરસાઇકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૧,૪૫,૦૦૦/- ની કિંમતની ૫ મોટરસાઇકલો જપ્ત કરી વડોદરા તેમજ આણંદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વાહનચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
#factfindernews #arrestedvadodara #vehicletheft #DCB #vadodaracitypolice