ખંભાળિયા: ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આગની બે ઘટનાઓ, સામાન બળીને ખાખ
ખંભાળિયાના શક્તિનગરમાં સાંજના સમયે આગના બે બનાવો સામે આવ્યા છે. વણકરવાસમાં ઝૂંપડું બળવાથી ઘરવખરીનો સામાન નાશ પામ્યો છે, જ્યારે કુંભારિયા વાડીમાં લાકડાના જથ્થામાં આગ લાગી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.