અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષા દરમિયાન એક પ્રોફેસરે વિદ્યાર્થીને બે લાફા માર્યાનો CCTV વીડિયો સામે આવ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પ્રોફેસર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
#LDEngineeringCollege #Amdavad #Currentaffaris #News #Citynews